- Get link
- X
- Other Apps
Featured post
- Get link
- X
- Other Apps
લીલા ટામેટા લાલ ટામેટા કરતા વધુ ફાયદાકારક છે, જાણો તેના ફાયદા.
આજના સમયે લાલ ટામેટાનો ભાવ દિવસેને દિવસે વધતો જાય છે. એક કિલો 20 રૂપિયાના ભાવે વેચાતા ટામેટા આજે પ્રતિ એક કિલો નો ભાવ 250 થી 350 રૂપિયા સુધી પહોંચી ગયો છે ટામેટા ની કિંમત એટલી વધી ગઈ છે કે લોકોએ તેને ખરીદવાનું બંધ કરી દીધું છે.
એક સમય એવો હતો, જ્યારે લાલ ટામેટા 20 રૂપિયે પ્રતિ કિલો મળતા હતા, લોકો સૌથી વધારે લાલ ટામેટા કરતા હતા, અને લીલા ટામેટા ખરીદવાથી દૂર રહેતા હતા.
આજે આ લેખમાં લીલા ટામેટા વિશે જાણીશું જે સ્વાસ્થ્ય અને સ્વાદની સાથે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખી શકે છે. લીલા ટામેટા માં વિટામીન સી, કેલ્શિયમ, ફોલેટ, વિટામીન એ, ફાઇબર, પોટેશિયમ જેવા તત્વો હોય છે, જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદરૂપ બને છે.
લીલા ટામેટા ખાવાના ફાયદા.
આંખની રોશની માં વધારો થાય છે.
ડોક્ટર પારશર ના કહેવા મુજબ, લીલા ટામેટા માં વિટામીન એ ભરપૂર હોય છે, જે આંખો માટે ખૂબ જ ઉપયોગી હોય છે લીલા ટામેટા નો ઉપયોગ કરવાથી આંખોની રોશની વધે છે અને આંખો સંબંધીત સમસ્યાઓ પણ દૂર થાય છે.
વિટામીન સી વિટામીન કે અને એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર લીલા ટામેટા રોગપ્રતિકારક શક્તિ અને હાડકાને મજબૂત બનાવે છે.
હાડકા અને દાંત મજબૂત થાય છે.
લીલા ટામેટા હાડકા અને દાંતને સ્વસ્થ રાખવા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે એનસીબીઆઈ નેશનલ સેન્ટર ઓફ બાયોટેકનોલોજી ઇન્ફોર્મેશન ની વેબસાઈટ પર પ્રકાશિત સંશોધન મુજબ ટામેટામાં લાઈકોપીન ભરપૂર માત્રામાં હોય છે જે હાડકા અને દાંતને નુકસાન થતું અટકાવે છે.
ટામેટામાં ભરપૂર કેલ્શિયમ હોય છે. શરીરના 99 ટકાથી વધુ કેલ્શિયમ હાડકા અને દાંતમાં સંગ્રહિત થાય છે, જે તમને મજબૂત બનાવવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. આથી હાડકાને દાંત અથવા શરીરમાં સતત દુખાવો થતો હોય તો લીલા ટામેટા ખાવા જોઈએ.
હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે.
હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા જે લોકોને હોય તે લોકોએ લીલા ટામેટા ખાવા જોઈએ. લીલા ટામેટા ના અર્કમાં લાઈકોપીન, બેટા કેરોટીન અને વિટામિન જેવા ઘણા કેરોટીનોઇડ હોય છે.
આ તમામ એન્ટિઓક્સિડન્ટ તરિકે કામ કરી શકે છે,જે મુક્ત રેડીકલ સામે લડવામાં મદદ કરી શકે છે લીલા ટામેટાની અંદર જોવા મળતા આ બધા પોષક તત્વો બ્લડ પ્રેશરને ઘટાડી શકે છે.
લીલા ટામેટા વજન ઘટાડે છે.
એનસીબીઆઈ ના રિપોર્ટ મુજબ લીલા ટામેટા માં ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોય છે, ફાઇબર વજનને કંટ્રોલ કરવામાં મદદરૂપ થઈ શકે છે. જો તમારો વજન વધારે હોય અને તમે તમારો વજન ઘટાડવા માંગો છો તો તમારે લીલા ટામેટા ખાવાનું શરૂ કરવું જોઈએ.
પાચનને સ્વસ્થ રાખે છે.
લીલા ટામેટા પેટ માટે બહુ જ ઉપયોગી છે લીલા ટામેટામાં વધુ પ્રમાણમાં ફાઇબર હોવાથી પાચન ક્રિયાને સુધારે છે અને પાચન સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ થાય છે.
લીલા ટામેટા થી ત્વચામાં આવશે ગ્લો.
લીલા ટામેટા માં ભરપૂર માત્રામાં એન્ટિઓક્સિડન્ટ ગુણ હોય છે જે ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. સંબંધિત સમસ્યાથી બચવા માટે લીલા ટામેટાનો ઉપયોગ કરવો જોઈએ જે ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે.
ડાયાબિટીસમાં ફાયદાકારક.
લીલા ટામેટા માં રહેલ નારીંગીન નામનું સંયોજન એન્ટિડાયાબીટીક અસર ધરાવે છે જે લોહીમાં સુગરનો લેવલ ઘટાડવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.
ટામેટાના રસમાં લાયકોપીન, બીટા કેરોટીન, પોટેશિયમ, વિટામીન સી, ફ્લેવોનોઇડ્સ, ફોલેટ અને વિટામિન ઈ ભરપૂર માત્રામાં હોય છે જે ટાઈપ 2 ડાયાબિટીસના જોખમને અટકાવે છે.
આના આધારે ડાયાબિટીસના દર્દીઓને આહારમાં ટામેટાના રસ ઉપયોગ કરવો જોઈએ.
લીલાં ટામેટા કેન્સર નું જોખમ ઘટાડે છે.
લીલાં ટામેટા એન્ટિઓક્સિડન્ટ ગુણોથી ભરપૂર હોય છે જે કેન્સર ને જોખમ ઘટાડવામાં મદદ કરે છે તેનો ઉપયોગ કેન્સરના કોષોને વધતા અટકાવવામાં મદદરૂપ થાય છે.
ટામેટામાં લાયકોપીન હોય છે જે કેરોટીનોઇડ છે. આ સંયોજન કેન્સર સામે ધીમો નિવારક ગુણધર્મ ધરાવે છે. રાઈકોપીનમાં એન્ટિઓક્સિડન્ટ અને એન્ટી કાર્સીનોજેનિક ગુણધર્મો હોય છે. જે કેન્સર ના વિકાસને અટકાવવામાં ખૂબ જ મદદરૂપ થાય છે.
લીલા ટામેટા માં રહેલ વીટામીન સી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે અને ઇન્ફેક્શન સામે લડવામાં મદદરૂપ કરે છે.
ફોલિક એસિડ લીલા ટામેટા માં હોય છે, જે સગર્ભા સ્ત્રીઓ માટે ખૂબ ફાયદાકારક છે. ગર્ભાશયમાં ઉછરી રહેલ બાળકના મગજના વિકાસમાં વધારો કરે છે.
લાયકોપીન આ એક કેરોટીનોઇડ તત્વ છે, જેને પ્રાકૃતિકરણ કહેવામાં આવે છે. આમાં એન્ટિઓક્સિડેન્ટ ગુણધર્મો હોય છે.
ટામેટામાં એન્ટિઓકિસડન્ટ લાઈકોપીન હોય છે. તેનાથી હદય રોગ અને કેન્સરનો જોખમ ઓછું થાય છે આ સિવાય સ્વાસ્થ્ય સંબંધિત ઘણા ફાયદા છે.
સુગર અને કોલેસ્ટ્રોલ લેવલને ઘટાડે છે.
શરીરમાંથી ટોક્સિન દૂર કરે છે.
રક્તપરી બ્રાહ્મણ યોગ્ય રાખે છે.
પ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ કરે છે.
ટામેટામાં પાણીનું પ્રમાણ લગભગ 95% છે. અન્ય પાંચ ટકામાં મુખ્યત્વે કાર્બોહાઇડ્રેટસ અને ફાઇબર નો સમાવેશ થાય છે. Usda એટલે કે યુનાઈટેડ સ્ટેટસ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર મુજબ.
100 ગ્રામ કાચા ટામેટા માં પોષક તત્વો આ રીતે હોય છે.
ગેલેરી 18
પાણી 95 ટકા
પ્રોટીન 0.9 ગ્રામ
કાર્બોહાઇડ્રેટસ 3.9 ગ્રામ
ખાંડ 2.6 ગ્રામ
ફાઇબર 1.2 ગ્રામ.
ચરબી 0.2 ગ્રામ.
લીલા ટામેટા ના ગેરફાયદા.
લીલા ટામેટાના ખાવાના ફાયદા જાણવાની સાથે સાથે તેના ગેરફાયદા પણ જાણવા જરૂરી છે. કારણ કે વધુ પડતું ખાવાથી નુકસાન થાય છે.
લીલા ટામેટાની એલર્જી દુર્લભ છે, પરંતુ પરાગ શ્વસન એલર્જી નું કારણ બની શકે છે જેને ઓરલ એલર્જી સિન્ડ્રોમ કહેવામાં આવે છે.
હકીકતમાં પરાગ એક પાવડરી પદાર્થ છે જે છોડ અને વૃક્ષ દ્વારા છોડવામાં આવે છે પરાગ પવન દ્વારા અથવા મધમાખીઓ અને પતંગિયા જેવા જંતુઓ દ્વારા વહન કરવામાં આવે છે જે છોડમાં પ્રજનન માટે એજન્ટ તરીકે કામ કરે છે ટામેટાના છોડનું પોતાનું પરાગ હોય છે, કારણ કે એક જ ટામેટાના ફુલમાં નર અને માદા બંને ભાગો હોય છે જેથી પવન દ્વારા પરાગ સફળતાથી ટ્રાન્સફર થાય છે.
લીલા ટામેટા માં પોટેશિયમ વધુ હોય છે જેથી તે લોહીમાં પોટેશિયમનું લેવલ વધારે છે.
ગેસ્ટ્રોએસોફેજલ રિફ્લેક્સ રોગની સમસ્યામાં ટામેટા ન ખાવા જોઈએ કારણ કે તેમાં રહેલા તત્વ એસિડ સમસ્યા વધારી શકે છે.
આ ફળના બીજ ખાવાથી થઈ shakey છે ગંભીર બીમારી, જાણવા માટે અહીં ક્લિક કરો.
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment