- Get link
- X
- Other Apps
Featured post
- Get link
- X
- Other Apps
લેમનગ્રાસ સ્વાસ્થ્ય માટે કેટલું ઉપયોગી જાણો.
ઘણા લોકો તેમના બગીચામાં અથવા વાસણમાં લેમનગ્રાસ લગાવે છે કારણ કે તેની લીંબુ જેવું સુગંધ આવે છે પરંતુ તેના ફાયદા અને તેનો ઉપયોગ કોઈને ખબર નથી. જ્યારે આ લેમનગ્રાસ માત્ર સુગંધને કારણે જ જાણીતું નથી પરંતુ, તે શરીરને ઘણાં ફાયદાઓ આપવા માટે પણ જાણીતું છે. ખરેખર લેમનગ્રાસ એન્ટીઓકિસડન્ટ, એન્ટિઇન્ફ્લેમેટોરી અને એન્ટિસેપ્ટિક ગુણધર્મોથી ભરેલું છે. આની સાથે તેમાં કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પ્રોટીન, ચરબી, કાર્બોહાઇડ્રેટ, ખનિજ, પોટેશિયમ, સોડિયમ, જસત, તાંબુ, મેંગેનીઝ, વિટામિન બી 6, વિટામિન સી અને વિટામિન એ પણ છે. જેના કારણે તે અનેક પ્રકારની સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે. લેમનગ્રાસને ચાઇના ઘાસ, ભારતીય લીંબુ ઘાસ, મલબાર ઘાસ અને કોચિન ઘાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની ગંધને કારણે કેટલાક લોકો તેને લીંબુનો ઘાસ પણ કહે છે. ચાલો આપણે તેના ફાયદાઓ વિશે જાણીએ.
લેમનગ્રાસ ના ફાયદાઓ.
વિશ્વભરમાં ઘણી રીતે લેમનગ્રાસ નો ઉપયોગ કરવામાં આવે છે ક્યાંક તેનું તેલ તંત્ર-મંત્ર અને જાદુ સાથે જોડાયેલો છે તો ક્યાંક તેને મગજ માટે ટોનિક માનવામાં આવે છે તેના પાંદડા, દાંડી, મૂળ સહિત દરેક ભાગનો ઉપયોગ કરવામાં આવે છે.
લેમનગ્રાસ એ એક આયુર્વેદિક ઔષધિઓ પૈકી એક ઔષધી છે. તેની ખેતી થાઈલેન્ડ ચીન અને ભારતમાં કરવામાં આવે છે, ઇન્દોરમાં ન્યુટ્રીસનિસ્ટ નિધિ અગ્રવાલ કહે છે કે તેના પાંદડા, ફૂલો અને તેલનો ઉપયોગ વિવિધ મીઠાઈ અને પીણાઓમાં કરવામાં આવે છે સ્વાદ અને ફ્લેવર વધારવા માટે તેના પાન પણ ખોરાકમાં ઉમેરવામાં આવે છે.
તંત્રવિદ્યામાં લેમનગ્રાસ નો ઉપયોગ.
જ્યારે લોકોને આફ્રિકાથી ગુલામ તરીકે અમેરિકા લાવવામાં આવ્યા હતા ત્યારે તેઓ તેની સાથે તેમની પરંપરા અને તેમના પૂર્વજો પાસેથી જડીબુટ્ટીઓનું જ્ઞાન લાવ્યા હતા. આમાં કેટલાક આફ્રિકન સમુદાયો હૂડુ નામની તંત્રવિદ્યા નો અભ્યાસ કરતા હતા. થોડું મારે સૌથી પવિત્ર અને આવશ્યક ભાગ હતું. તેઓ માનતા હતા કે આ તેલ શેતાન અને દુષ્ટ આત્માઓ સામે રક્ષણ આપે છે, ઘરમાં સકારાત્મક ઉર્જા લાવે છે, પ્રેમનાં બંધન ને મજબૂત બનાવે છે.
લેમનગ્રાસના તેલ ત્વચા વાળા અને માથાના દુખાવામાં રાહત આપે છે.
જો તમે ખીલ, ખંજવાળ, ત્વચા ને વાળની કોઈપણ સમસ્યાથી પરેશાન છો તો ગ્લાસ તેલ લગાવો અને જુઓ પછી જ ચમત્કાર. માથાના દુખાવો, મલેરીયા અને પેટના ઘણા રોગોમાં આ તેલ ખૂબ જ ફાયદાકારક છે જો તમને તાવ જ સાથે શરદી પણ લાગી રહી હોય તો લેમનગ્રાસ તેલ થી શરીર પર માલિશ રાહત રાહત મળે છે.
વજન ઘટાડવામાં મદદગાર.
વજન ઘટાડવા માટે પણ લેમનગ્રાસનું સેવન કરવું ફાયદાકારક માનવામાં આવે છે. એનું સેવન શરીરની ચરબી ઘટાડે છે. સાથે કે મેટાબોલિઝ્મ મજબૂત થાય છે.
લેમન ગ્રાસમાંથી બનેલી ચા તાવમાં રાહત આપે છે.
જ્યારે ભારત આઝાદ થયો ત્યારે તે જ વર્ષે અમેરિકામાં લેમનગ્રાસ ની ખેતી ની શરૂઆત થઈ. ભુ-તૃણ આને લેમનપુરા તેના ને પણ ઘણા રસપ્રદ નામો છે, જેવા કે કોચીન ગ્રાસ, સિલ્કી હેડ્સ, મલબાર ગ્રાસ વગેરે. તાવ ઘટાડવાના તેના ગુણ થી તેને ફીવર ગ્રાસ પણ કહેવામાં આવતું હતું. આ ઉપરાંત તેનો ઉકાળો પીવાથી તાવ ઉતરે છે.
ઝાડ અનિયમિત પિરિયડ્સ માં પણ ફાયદાકારક છે.
ભારત થી ચીન સુધી લેમન ગ્રંથમાંથી બનેલી ચા નો ઉપયોગ તાવ જાડા અનિયમિત પિરિયડ્સ અને પેટના દુખાવા માટે દવા તરીકે થાય છે. ક્યુબા અને કેરેબિયનમાં લોકો બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા અને પાચન સુધારવા માટે આ ચા પીવે છે, આ ચાથી ગળામાં ખરાશ, આર્થરાઇટિસ, સ્નાયુઓમાં ખેચાણ, ડાયાબિટીસમાં પણ ફાયદાકારક છે. જો પિરિયડ્સ સમયસર ના આવે તો તેના પાનનો ઉકાળો બનાવીને તેમાં કાળા મરી ભેળવીને પીવાથી ફાયદો થાય છે.
લીવર કિડની માટે ફાયદાકારક, કેન્સર ની જોખમ ઘટાડે છે.
જો તમે પેટના દુખાવાથી પરેશાન છો તો ફુદીનો, કાળા મરી, સુકા આદુ અને સાકરની લેમનગ્રાસ સાથે પેસ્ટ બનાવીને ખાવાથી આરામ મળે છે, તેના પાન અપચો અને ગેસમાં આરામ આપે છે, પેટને સ્વસ્થ બનાવે છે. લેમનગ્રાસ પરના એનસીબીઆઈ ના રિપોર્ટ અનુસાર લેમન ગ્રાસ આંખો લીવર અને કિડની માટે પણ ફાયદાકારક છે. શરીરને નુકસાન પહોંચાડનાર તત્વો ને પેશાબ દ્વારા દૂર કરે છે. જેના કારણે કીડનીમાં પથરીનો જોખમ ઓછું થઈ જાય છે તેના પાન અને તેલ કેન્સર ને રોકવામાં મદદરૂપ છે.
આ સિવાય અને એક સંશોધનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે લેમન ગ્રાસમાં રહેલું બીટા નામનો રસાયણ વજન ઘટાડવામાં મદદરૂપ છે તે લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલ અને વધતા અટકાવે છે. તે બ્લડપ્રેશરમાં પણ ફાયદાકારક છે.
શરદી ખાંસીમાં આપે છે રાહત.
વાતાવરણને લઇ થનારી શરદી ખાંસી અને તાવમાં પણ લેમનગ્રાસનું સેવન કરવું સમસ્યામાં ઘણી રાહત આપે છે. કફ-શરદીમાં રાહત આપે છે લેમનગ્રાસમાં એન્ટી ઈંફ્લેમેટરી ગુણો હોય છે, જે કફ-શરદીની શક્યતાને ઓછી કરે છે. રોજ સવારે લેમન ગ્રાસની ચા પીવાથી તેમાં રહેલ એન્ટી ઑક્સિડેન્ટ્સ તત્વો રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તેનાથી તમે શિયાળુ સંક્રમણોથી બચી શકો છો. આ ઉપરાંત ખાંસી, તાવ અને શરદીની સમસ્યા પણ ઓછી થઈ જાય છે.
કોલેસ્ટ્રોલ નિયંત્રિત કરે છે.
લેમનગ્રાસના સેવનથી બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરવા અને ગુડ કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ મળે છે જેમનાથી હાર્ટ સબંધી સમસ્યા દુર થાય છે.
લેમનગ્રાસના ઉપયોગો.
- ગ્રીન ટીની જેમ લેમનગ્રાસ ની ચા પણ બને છે.
- લેમન ગ્રાસના પાનમાંથી ઉકાળો પણ બનાવી શકાય છે.
- સલાડમાં પણ પાનને કટ કરીને નાખી શકો છો.
- લેમનગ્રાસ ના ફૂલ સલાડ સાથે ખાઈ શકાય છે.
- લેમનગ્રાસમાંથી કોલ્ડ ટી પણ બનાવી શકાય છે.
- પાનથી ચિકન ના સ્વાદમાં ચાર ચાંદ લાગે છે.
- પાનનો રસ બનાવીને પી શકાય છે.
- પાનડા નો સૂપ બનાવો ટોમેટો સુપમાં પણ નાખી શકો છો.
- જમવામાં લીંબુની બદલે લેમનગ્રાસ નો ઉપયોગ કરી શકાય છે.
- શાક બનાવતી વખતે પણ લેમનગ્રાસ પીસીને મિક્સ કરી શકાય છે.
માનસિક સમસ્યાઓની શ્વાસ સંબંધિત રોગોથી બચો.
લેમનગ્રાસ ટી પીવાથી અને તેલ સાથે એરોમાથેરાપી લેવાથી પણ ઊંઘ, ડિપ્રેશન, તણાવ, ચિંતા અને થાક દૂર થાય છે. ચાઈનસ અવસ્થામા, ફ્લૂ અને શ્વાસ સંબંધિત રોગોથી પીડિત લોકો માટે લેમનગ્રાસ ખૂબ જ ફાયદાકારક છે. લેમન ગ્રાસ ના ઉકાળા સાથે કોગળા કરવાથી સંધિવા, સોજો અને દુખાવામાં આરામ મળે છે.
એનિમિયા દૂર કરે છે.
એનિમિયા રોગીઓ માટે આનું સેવન ખુબ ફાયદાકારક છે. એને રોજ સેવન કરવાથી આયરનની કમી દૂર થાય છે.
દુખવાથી રાહત.
થાક અને તાવને લઇ શરીરના ભાગમાં થતો દુખાવો, બોડી પેઈન અને માથાનો દુખાવો દૂર કરવામાં આની સારી ભૂમિકા હોય છે.
મગજની શક્તિ વધારે છે લેમનગ્રાસ.
લેમન ગ્રાસમાં મગજની શક્તિ વધારવાનાં તત્વો હોય છે. તેના નિયમિત સેવનથી ઉંમર વધવાની સાથે મગજ સરખી રીતે કામ કરે છે. આ ઉપરાંત તેના સેવનથી યાદશક્તિ જવાની સમસ્યાથી પણ બચી શકો છો.
લેમન ગ્રાસનું સેવન કેવી રીતે કરવું ?
તમે લેમન ગ્રાસનો ઉકાળો બનાવી તેનું સેવન કરી શકો છો. આ માટે પાણીમાં લેમન ગ્રાસ નાખો અને થોડીવાર ઉકાળ્યા બાદ ગેસની આંચ બંધ કરો. પાણી નવશેકુ હોય ત્યારે ચાની જેમ તેનું સેવન કરવું.
ગર્ભાવસ્થા દરમ્યાન લેમન ગ્રાસ નો ઉપયોગ કરશો.
તમે સવારે ખાલી પેટે 10 થી 30 ગ્રામ લેમનગ્રાસ નો ઉપયોગ કરી શકો છો. ઓવરડોઝ ઉબકા અને ઉલટી નું કારણ બની શકે છે. સગર્ભા સ્ત્રીઓએ તેનું સેવન ન કરવું જોઈએ. ઉપરાંત જો તમને એલર્જી હોય તો લેમનગ્રાસ નો ઉપયોગ કરશો નહીં. જો તમે સ્વાસ્થ્ય સંબંધી કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો લેમન ગ્રંથનો ઉપયોગ કરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ લેવી જોઈએ. તમારી જાતે સારવાર કરવાનો ક્યારેય પ્રયાસ કરશો નહીં.
Green tomatoGreen tomato સ્વાસ્થ્ય માટે કેટલા ઉપયોગી છે જાણો
.png)
Comments
Post a Comment