- Get link
- X
- Other Apps
Featured post
- Get link
- X
- Other Apps
how to improve communication
શબ્દો માં એટલી તાકાત રહેલી છે કે શબ્દો જિંદગી બનાવી શકે છે અને જીંદગી બગાડી પણ શકે છે.
શબ્દો માં એટલી તાકાત રહેલી છે કે શબ્દો જિંદગી બનાવી શકે છે અને જીંદગી બગાડી પણ શકે છે.
શબ્દો માં એટલી તાકાત છે કે રોનાર વ્યકિતને હસાવી શકે છે અને હસનાર વ્યકિતને ક્ષણ મીનીટ મા રોવડાવી શકે છે. શબ્દોના માં એટલી તાકાત છે કે જો તમે તેનો યોગ્ય ઉપયોગ કરો તો તમે કોઈ પણ વ્યક્તીને આકર્ષિત કરી શકો છો. સારૂ Communication skills સફળતાંના દ્વારા સુધી લઈ જવામાં ખુબજ મદદ રૂપ બને છે. શબ્દોથી તમે તમારા ફિલ્ડ માં આસાનીથી સફળતાં મેળવી શકો છો. તમે શબ્દોનો યોગ્ય ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિને એટ્રેક્ટિવ કરી શકો છો. મીત્રો આ સો ટકા સચિર વાત છે. શબ્દોમાં એટલી તાકાત છે કે તેનાથી બીજું મહાભારત થઇ શકે છે.
અહીં આ લેખ માં આપ સૌને બોલવાની કળા communication skill વિશે જાણવા મળશે.
13 સદીમાં રોમના રાજા ફેડ્રિકે નવજાત બાળકો પર એક પ્રયોગ કર્યો હતો રાજા ફેડ્રિક આવાજ વગર માનવીનું જીવન કેવું છે તે જાણવાનો પ્રયોગ કર્યો હતો જેમાં તેમણે નવજાત બાળકોને એવી જગ્યાએ રાખવાનો આદેશ આપ્યો કે, જ્યાં બાળકોની દેખભાળ કરવા માટે નોકરાણીઓ તો હતી પણ ત્યા કોઈ પણ પ્રકારનો અવાઝ ન હતો વાતાવરણ ખૂબજ શાંત હતું, ત્યાં કોઇ પણ પ્રકારનો અવાજ ન હતો. અંતે આ બાળકોનુ અવસાન થયું હતું. આ શબ્દોની તાકાત છે.
હવે communication skill સુધારવા માટેના ઉપાયો વિશે વાત જાણીશું.
1. શબ્દોનો ઉપયોગ કરવા માટે યોગ્ય શબ્દોની પસંદગી કરવી.
અહી સૌથી પહેલા બોલતી વખતે આપણે જે શબ્દોનો પ્રયોગ કરવાના છીએ તેનાં વિશે તે શબ્દો વિશે આપણને ખબર હોવી જોઈએ. આપણે શું કહેવા માંગીએ છીએ તે સામેની વ્યક્તી સમજી સકે તેવા શબ્દોમાં કહેવું જોઈએ. શબ્દોનો અર્થ કરતાં આવડવું જોઈએ બોલતી વખતે કે વાત કરતી વખતે કેવા શબ્દો વાપરવા જોઇએ તેના વિશે બોલનારને ખબર હોવી જોઈએ. વાત કરતી વખત કે બોલતી વખતે યોગ્ય શબ્દોનો પ્રયોગ કરો સમજદારીપૂર્વક શબ્દો પસંદ કરો, અપશબ્દોનો પ્રયોગ કરવાનુ ટાળો, ગાળો દેવાનું બંધ કરો, સામેની વ્યક્તિને ગમે તેવું બોલો જેથી તમારી વાતચીત લાંબા સમય સુધી રહેશે, જો તમે સામેની વ્યક્તિ જોડે વાત કરતી વખતે યોગ્ય શબ્દો નો ઉપયોગ કરી તમારી વાણીને મધુર બનાવશો તો સામેની વ્યક્તી તમને સાંભળવા માટે તરસશે. આવી રીતે વાત કરીને તમે કોઈ પણ વ્યક્તિને કે છોકરીને ઈમ્પ્રેસ કરી શકો છો.
અહીં મધુર બોલવું એટલે એવું નહિ કે તમે ખુબજ સુંદર છો, તમારી આંખો અણિયાળી છે, તમે મને બઉ ગામો છો આવું નહિ, મધુર એટલે એવું કે જે વાસ્તવિક છે અહી તમારી બોલવાની skills મા, શબ્દોનો સ્પષ્ટ ઉચ્ચાર કરવો અને શબ્દોમાં મધુરતા લાવવાનો પ્રયાસ છે.
દરરોજ પ્રાણાયમ કરવાથી તમારો આવાઝ મધુર અને સુંદર બને છે.
2. બોલવાની કળા સુધારવા માટે સ્વર પર ધ્યાન આપવું જરૂરી છે
એવાં ઘણા લોકો છે કે જેઓ બોલતી વખતે શબ્દનું સ્પષ્ટ ઉચ્ચારણ કરતાં નથી જેથી સાંભળનાર વ્યક્તી સમજી શકતી નથી. અને સામેની વ્યક્તી બોલનારની વાત ટાળવાનો પ્રયાસ કરે છે. બોલતી વખતે આપણે શું કહેવા માંગીએ છીએ તે સામેની વ્યકતિ સમજી સકે તેવા શબ્દોમાં કહેવી જોઇએ આ એક મહત્વની બાબત છે, કારણ કે જો સામેની વ્યક્તી આપણી વાત સમજી ન શકે તો communication થઈ જ ના શકે. એટલા માટે બોલતી વખતે આપણે યોગ્ય શબ્દોની સાથે તે શબ્દનું સ્પષ્ટ ઉચ્ચારણ કરવું ખુબ જ જરૂરી છે. શબ્દના સ્પષ્ટ ઉચ્ચારણ થી સામેની વ્યક્તી તમારી વાતને સમજી શકે છે. અને communication લાંબા ચાલુ રહે છે.
સ્પષ્ટ બોલવા માટે તમે તમારો આવાજ સાંભળવાનો રાખો તમે તમારો આવાજ રેકોર્ડ કરો અને તેને સાંભળો તમને બોલતી વખતે થયેલી ભૂલોની નોંધ લો અને ધ્યાન રાખો કે બીજી વાર આવી ભૂલ બોલતી વખતે ન થયા તેનું ખુબજ કાળજી પૂર્વક ધ્યાન આપો.
3. બોલતી વખત તમારા આવાઝ ની ગતિને ધ્યાનમાં રાખવી
બોલતી વખતે તમારા આવાઝ ની ગતી ને ધ્યાનમાં રાખવી જોઈએ કારણ કે તમારો આવાઝ વધૂ ધીમો ન હોવો જોઈએ કે ન વધૂ પડતો જોવો જોઈએ આવાઝ ની ગતિ સામેની વ્યક્તી સમજી શકે તેવી હોવી જોઈએ.
જો બોલતી વખતે તમારો આવાઝ વધૂ હશે તો સામેની વ્યક્તી બોર થઇ જશે અને તમારી વાત ધ્યાનથી સાંભળશે નહીં. જેથી બોલતી વખતે અવાઝ ની ગતિને કંટ્રોલમાં રાખવી ખુબજ જરૂરી છે. આવાઝ સામેની વ્યક્તિ ને સાંભળવું ગમે તે રીતે મીડિયમ હોવો જોઈએ અને મધુર આવાઝ થી બોલવું જોઇએ કે જેથી સામેની વ્યક્તી તમારી વાત ધ્યાનથી સંભાળશે.
તમારો આવાઝ વધૂ ધીમો પણ ન હોવો જોઈએ કારણ કે જો વધૂ ધીમો હશે તો સામેની વ્યક્તી તમારી વાત સમજી શકશે નહીં, આવાઝ ધીમો રાખીને બોલવું એ આત્મવિશ્વાસ ની કમી સુચવે છે. જેથી આવાઝ સામેની વ્યક્તિ સુધી પહોંચે તેવો જોવો જોઈએ.
4. બોડી language.
બોલવા મા બોડી language નો પણ ખુબજ ભાગ રહેલો છે. ઉદાહરણ તરીકે બોલતી વખતે તમારા હાથ નુ હલચલન, તમારી આંખની કીકી નું હલન -ચલણ, ચેહરા પરના તમારા હાવભાવ. બોલતી વખતે માથું હલાવવું, આઇકોન્ટેક્ટ જેને આપણે body language તરીકે ઓળખીએ છીએ.
સૌથી વધૂ બોલતી વખતે ધ્યાન આપવા જેવી બાબત આઈકોન્ટેક્ટ છે. આના વગર communication skills અધૂરી છે. હા મીત્રો આ વાત સાચી છે, આપણે જેની જોડે વાત કરતાં હોઈએ તેની જોડે તેમની આંખો માં આંખ મિલાવી ને વાત કરવી જોઈએ. બોલતી વખતે આઈકોન્ટેક્ટ રાખવો ખૂબ જ જરૂરી છે.અહી તેનો મતલબ એ નથી કે બોલનારને તાકી રહેવું. જયારે બોલનાર અટકે ત્યારે તેણે કહેલી વાતનો આદર કરો, તેમની વાત પૂરી થયા પછી જ તમારી વાત ચાલુ કરો.
Body language સુધારવા માટે અરીસાની સામે રહીને બોલવાનો પ્રયત્ન કરો, તમારા ચેહરાના હાવભાવ જુઓ, તમારી આંખે જુઓ, જે તમને અયોગ્ય લાગે છે તેને બોલતી વખતે ટાળવાનો પ્રયાસ કરો. જેથી તમારી બોલવાની કુશળતામાં પણ વધારો થશે.ન્યૂઝ રીપોટર ને જુઓ, મોટા મોટા સ્પિકેરોના વિડિયા જુઓ જેમાંથી ઘણુંબધું શિખવા જેવુ છે. બોલનારની બોડી language પર ધ્યાન આપો.
5. ઓછું બોલવું અને કામનું બોલવુ
વધૂ પડતું બોલવાથી તમારી વેલ્યુ ઘટે છે જેથી જ્યા જરૂર હોય ત્યા જ અને કામનું બોલવું વધૂ સારુ છે જેનાથી તમારી વેલ્યુ પણ વધશે લોકો તમને પસંદ કરશે. તમારી જોડે વાત કરવા ઈચ્છશે.
આત્મવિશ્વાસ સાથે બોલો. તમે જે બોલે તે આત્મવિશ્વાસ થી બોલો, બોલતી વખતે એવી રીતે બોલો કે બધું જાણતા હોઇએ એવી રીતે બોલવું, અને સાચું તથા સારા વિચારો શેર કરવા જોઈએ, જેથી વધૂ માં વધૂ લોકો તમને સાંભળશે.
6. પોતાના શબ્દોને ભાવનાઓ સાથે કહો.
"હું તને ક્યારેય છોડીશ નહીં" આ વાક્ય ધીમેથી બોલો તો નહી છોડવાનો ભાવ પ્રગટ થાય છે અને આજ વાક્ય ને જોરથી બોલો તો જાણે દુશ્મનને ચુનોતી આપતા હોઈએ તેવો ભાવ પ્રગટ થાય છે, આથી જ બોલતી વખતે પોતાના આવાઝ ને કન્ટ્રોલ માં રાખવો જરૂરી છે અને તેની સાથે આપણી વાત માં ભાવ પણ હોવો ખુબજ જરૂરી છે.
પોતાના ચેહરા પર સ્માઈલ રાખો જ્યારે વાત કરતી વખતે દુઃખ ની વાત હોય તો ચેહર પર દુઃખ નો ભાવ પ્રગટ કરો અને સુખની વાત હોય તો ચહેરા પર સ્માઈલ રાખો. જે તમારી commnication skills વધારે મજબૂત બનાવે છે.
7. પોતાના કરતાં બિજા વ્યક્તિઓની વધૂ વાત કરો.
અમુક એવાં લોકો હોય છે જેઓ પોતાના વિશે જ વધૂ વાત કરતાં હોય છે, પોતે જ પોતાના વખાણ કરતા હોય છે. જે સામેની વ્યક્તી ને નીચા દેખાવતો હોય તેવો અનુભવ કરાવે છે જેથી વાત કરતી વખતે ધ્યાન રાખવું જોઇએ કે પોતાના વિશે ઓછી અને વધુ સામેની વ્યક્તિની કે બીજા લોકોની વાત કરવી જોઈએ.
8. સાંભળવાની ટેવ પણ પાડવી જોઈએ.
વાત કરતી વખતે આપણે બોલનાર વ્યક્તિને ધ્યાનથી સાંભળવી જોઈએ તેમની આંખો માં આંખ મિલાવીને તેમની વાત સાંભળવી, જેને આઇકોન્ટેક્ટ કહે છે. ઘ્યાનથી સાંભળવાથી સામેનો વ્યક્તિ તમારી જોડી વધુ સમય સુધી વાત કરશે અને તમને પણ સાંભળશે.
બોલનાર વ્યક્તીની વાત કાપવી નહી તેમની વાત સંપુર્ણ સાંભળ્યા પછી જ બોલનાર વ્યક્તિની વાતનો પ્રત્યુતર આપવો. આવી રીતે તમે લાંબા સમય સુધી communication કરી શકશો.
9. દરરોજ ન્યૂઝ વાંચવા કે બુક વાંચવી.
વાંચનથી આપણા શબ્દ ભંડોળ માં વધારો થાય છે. શબ્દ ભંડોળ વધવાથી તમારી બોલવાની skills માં પણ સુધારો થાય છે. વાંચનના અનેક ફાયદા છે. વાંચનથી તમે તમારા નોલેજ માં પણ ખુબજ વધારો કરી શકો છો. જો તેમ વિધાર્થી કાળમાંથી પસાર થયા છો તો તમને બધું કહેવાની જરૂર નથી. વાંચવાથી તમારી આવાઝ માં પણ સુધારો થાય છે.
પ્રશ્નો પૂછો જરૂર પડે તો સામેની વ્યક્તિને પ્રશ્નો પૂછો જે તમારા આત્મવિશ્વાસ માં અને નોલેજ માં પણ વધારે કરશે.
10. શર્મ ન કરવી.
એવાં ઘણાં બધાં લોકો છે જે બોલતી વખતે શર્મ કરે છે. બોલતી વખતે શર્મ કરવાનું ટાળો શર્મ કરનાર વ્યક્તિ સામેની વ્યક્તી ને કયારેય પોતાના મનમાં રહેલી વાત કહી શકતો નથી. જેથી બોલતી વખતે શર્મ ન કરવી જોઈએ અને સામેની વ્યક્તીની આંખમાં આંખ મિલાવીને એટલે કે આઇકોન્ટેક રાખવો જોઈએ.
ડેલ કાર્નેગીનું પુસ્તક "ધ આર્ટ ઓફ ગુડ સ્પીકિંગ એન્ડ સક્સેસ" વ્યક્તિત્વને અસરકારક બનાવવાની કળા શીખવે છે.
ઉપરોક્ત ટેકનિક નો ઉપયોગ કરી તમે તમારી communication skills માં વધારો શકો છો. તમે, લોકો ને પોતાની તફર આકર્ષિત કરી શકો છો આ લેખ તમને ઉપયોગી થયો છે કે નહી તમાંરો અભિપ્રાય કૉમેન્ટ કરો.
Pesonality के बारे में जानने के लिए यहां क्लिक करें।
Intelligent બबनने के महत्व पूर्ण तरीके के बारे में जानने के किए यहां क्लिक करें।
Confidence लाने के महपूर्ण तरीके क्या हैं जानने के किए यहां क्लिक करे।
Comments
Post a Comment