Featured post

દુનિયાનો નંબર વન યુટ્યુબર.

 

 The story of a successful YouTuber



દુનિયાનો નંબર વન યુટ્યુબર જેનું નામ છે જીમી ડોનાલ્ડસન ( jimmi Donaldson) છે. તેમની ઉંમર 25 વર્ષ ની છે. તેમની ચેનલ પર 16.3 કરોડ સબક્રાઈબર્સ છે. વિશ્વમાં કોઈ પણ વ્યક્તિને આટલા બધા યુટ્યુબ માં સબક્રાઈબર્સ નથી. તેમનું નેટવર્થ 820 કરોડ રૂપિયાથી પણ વધુ છે.


 13 વર્ષ ની ઉંમરે વિડિયો બનાવીને યૂટ્યુબ પર પોસ્ટ કરી કમાણી કરી હતી. તેઓ જેવી થીમ પર વીડિયો બનાવતો હતો ધીરે ધીરે તેમનાં આ લોકપ્રિય બનતા હતા. 2015 અને 2016માં લોકો ના વીડિયોમાં આપવામાં આવતાં introduction ની મજાક ઉડાવતા તેના કારણે તેની ચેનલને સારો એવો વધાર થયો હતો. અને 2016 માં તેમણે 30 હજાર સબક્રાઈબર્સ મળ્યા હતા.


2017 માં જાન્યુઆરી મહિનામાં તેમનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેમની 1 લાખ સુધીની ગણતરી કરી હતી. આ વીડિયોને 1 લખથીત વધી વ્યુઝ મળ્યાં અને તેઓ વાઈરલ થઈ ગયા હતા.


યુટ્યુબચેનલ થી તેમણે અબજોની કમાણી કરી છે. તેમનાં અલગ અલગ સ્થળોએ પાંચ બંગલા છે. મિસ્ટર બિસ્ટે તેમનું બાળપણ જે ઘરમાં વીત્યું હતું તે ઘર પણ ખરીદ્યું હતું. મકાન માલિક આ ઘર વેચવાની ના પડતા મું માંઘી કિંમત આપીને આ ઘર 3,60,000 ડોલર માં ખરીદ્યું હતું. આ ઘર ત્રણ હજાર ચોરસ વિસ્તારમાં ફેલાયેલું છે અને બે માળનું છે.


જીમી ડોનાલ્ડસન ની પાસે ટેસ્લાની કસ્ટમાઇઝ કાર થી લઈને 30 કરોડની BMW નો માલિક છે.


BMW i8 બિસ્ટ ની ફેવરિટ કાર છે. બટરફ્લાય ડોરવાળી આ કારમાં જર્મન એન્જિન હોય છે. તેને ખરીદ્યા પછી, તેણે એક વીડિયો બનાવ્યો અને તેના દર્શકોને કહ્યું. તેણે બિટકોઈનથી ખરીદી છે.



ટેસ્લા મોડલ 3.


 મિસ્ટર બીસ્ટ પાસે કસ્ટમાઇઝડ ટેસ્લા છે. તે તેના યુટ્યુબર મિત્રએ તેને ગિફ્ટ માં આપી હતી. જોકે મિસ્ટર બીસ્ટ તેને ચલાવવાનો ઇનકાર કર્યો હતો.


લેમ્બોર્ગીની હ્યુરાકન સ્પાઇડર.


મિસ્ટર બીસ્ટ લેમ્બોર્ગીનીસને ભેટ આપવા માટે જાણીતા છે. મિસ્ટર બીસ્ટ પાસે લેમ્બોર્ગીની હુરાકન સ્પાઇડર છે. જે અનેક વીડિયોમાં રેસ કરતો જોવા મળે છે. રેસમાં વિજેતાને કાર તેઓ ભેટમાં આપે છે.


ટાસ્ક આપીને સબ્સ્ક્રાઇબરને કાર અને આઇલેન્ડ ભેટમાં આપે છે.


મિસ્ટર બીસ્ટે યૂટ્યુબ અને ગેમિંગ દ્વારા ઘણા બઘા સબ્સ્ક્રાઇબરને ભેગા કર્યા છે. 2017 માં 10 લાખ સબ્સ્ક્રાઇબર્સ બનાવ્યા હતા. પછી તેણે લાંબા સ્ટંટ વિડિયો બનાવવા નુ શરૂ કર્યું હતું. તેને junklord You Tube કહેવામાં આવે છે. આવા વીડિયોમાં લોકોને એક ટાસ્ક પૂર્ણ કરવાનો પડકાર આપવામાં આવે છે. તેમા જે જીતે તેને વૈભવી ભેટો આપે છે.


4 કરોડ સબ્સ્ક્રાઇબર્સ થતાં એકજ વ્યક્તિને 40 કાર ગિફ્ટ કરી હતી. જેમાં પોર્શ, કસ્ટમ સ્પોંજબોબ જીપ, સેડાન, ટ્રકથી લઈને ટેસ્લા સુધીની તમામ રેન્જની કાર હતી.


પરંતું શરત એ હતી કે તેણે 24 કલાક માં કોઈક કોઈક ને આપવી પડશે. લ્યુક નામના આ વ્યક્તીએ તમામ કાર ગિફ્ટ કરી હતી. આ પછી મિસ્ટર બીસ્ટે એ તેને ટેસ્લા આપી હતી. આ પ્રક્રિયા રેકોર્ડ કરી મિસ્ટર બીસ્ટે તેની યૂટ્યુબ ચેનલ પર અપલોડ કર્યો હતો જેના અત્યાર સુધી માં 13.4 કરોડ વ્યુઝ મળી ચૂક્યા છે.



વેઈટરને ટીપ તરીકે કાર આપી.


થોડા સમય પહેલા મિસ્ટર બીસ્ટનો એક વીડિયો વાઇરલ થયો હતો જેમા તેમણે વેઈટરને ટીપ તરીકે પોતાની કાર આપી હતી. મિસ્ટર બીસ્ટ એક રેસ્ટોરન્ટ જમવા માટે જાય છે, અને ત્યા વેઈટરને પૂછે છે કે તેને અત્યાર સૂધી મોટી ટિપ્સ શું મળી હતી જેમા વેઈટરને નો જવાબ 4000 રૂપિયા હતો. મિસ્ટર બીસ્ટ પછી તેને પોતાની કારની ચાવી આપી રેસ્ટોરન્ટ માથી જતો રહે છે.


10 સબ્સ્ક્રાઇબર્સ થતાં આઇલેન્ડ ગિફ્ટ માં આપ્યો હતો.


મિસ્ટર બીસ્ટે એક દિવસ વચન આપ્યું છે કે તેના 10 કરોડ સબ્સ્ક્રાઇબર્સ ને ગિફ્ટ માં આઇલેન્ડ આપશે. આ માટે તેને 50 લોકોને પસંદ કર્યાં અને ચાર સ્ટેજ ટાસ્ક આપ્યા હતાં. તેમા સૌ પ્રથમ માચીસ વગર આગ પ્રગટાવવાની હતી. બધાએ આ ટાસ્ક પૂર્ણ કર્યો. બોટ પરના દરેક વ્યક્તિએ ગ્રીન બોલતા આગળ વધવાનું હતું. 20 ફૂટનું અંતર પૂર્ણ કરનારા પ્રથમ 20 લોકોને બીજા રાઉન્ડ માં પસંદ કર્યાં હતાં આને સ્કવોડ ગેમ કહેવામાં આવે છે. હારી ગયેલા લોકોને પણ 2.4 લાખ રૂપિયા આપ્યા હતાં.


આ પછી છેલ્લો રાઉન્ડ માં પહોંચેલા પાંચ લોકોને 41 લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો. અને પછી અંતિમ ટાસ્ક તરીકે, તેઓએ You Tube નો 10 કરોડ મું બટન શોધવાનું હતું જે એક સબ્સ્ક્રાઇબર્સ દ્વારા થોડાં સમય પછી શોધી કાઢ્યું હતું.





Comments