Featured post

Self and awareness of self સ્વ અને સ્વયંની જાગૃતિ


 સ્વ જાગૃતી



દુનિયામાં અનેક લોકો એવા છે જે લાખો કે કરોડો લોકોને સોશિયલ મીડિયા મારફતે સલાહ આપતા હોય છે અને લોકો તેમની સલાહ માનતા પણ હોય છે. એવાં લોકો પણ અનેક છે જે પોતે સલાહ લેવા નહી પણ સલાહ આપવા ઇચ્છતા હોય છે. જે પોતાની જાતે વધું સારા અને યોગ્ય નિર્યણ લેવા માંગતા હોય છે. અને લોકો ની નજરો માં પોતાને એક સારા વ્યક્તિત્વનું પ્રતિમાં તરીકે પોતાને પ્રદર્શિત કરતાં હોય છે. લોકો પોતાને સમજે અને તેની સલાહ માંગે તેવું દરેક વ્યક્તિ ઈચ્છતી હોય છે. આ બધું સ્વ જાગૃતિને કારણે શક્ય બને છે. તો આ લેખમાં સ્વ વિશે તમને ડિટેલમાં જાણવા મળશે.



સ્વ વિશે તત્વજ્ઞાનીઓ અને મનોવૈજ્ઞાનિકોએ ઘણા અભ્યાસો કર્યાં છે. 19 મી સદીના અંત ભાગ સુધી તત્વજ્ઞાનીઓ અને મનોવિજ્ઞાનિકો સ્વને આત્મા સાથે સરખાવતા હતા. પરંતુ વર્તન વાદનો ઉદય થતાં સ્વને આત્મા સાથે સરખાવવાનો ખ્યાલ છોડી દેવામાં આવ્યો છે, અને સ્વને વસ્તુલક્ષી દ્રષ્ટિએ જોવા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. જન્મ વખતે બાળકને પોતાની જાત વિશે કંઈ ખ્યાલ હોતો નથી સ્વનો વિકાસ થતા બાળકોમાં પોતાની જાતની ઓળખ થાય છે સ્વના ખ્યાલ માં સામાજિક આંતરક્રિયા મહત્વનો ભાગ ભજવે છે.


સ્વ એટલે શું ? 


સ્વ એટલે વ્યક્તિના પોતાની જાત પ્રત્યેનું નિરીક્ષણ આચાર વિચાર, મૂલ્યો, લાગણીઓ, પોતાની લક્ષણીકતાઓ, પૂર્વગ્રહો, વ્યક્તિનાં ગુણો વગેરે પરિબળોનો સમાવેશ થાય છે.

મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ સ્વ એટલે પોતાની જાત અંગેનું વ્યક્તિનું પ્રત્યક્ષીકરણ અથવા સભાનતા.

કાર્લ રોજર્સ  👉 સ્વ એટલે એવા વિચારો પ્રત્યક્ષીકરણો કે મૂલ્યો જે વ્યક્તિને હું કોણ છું હું શું કરું છું તેનો ભાન કરાવે છે. 


સ્વ સમજ નું મહત્વ.


રોજર્સના વ્યક્તિત્વ સિદ્ધાંતમાં સ્વનો ખ્યાલ સૌથી મહત્વનો છે સ્વ એ વ્યક્તિના વિચારો પ્રત્યક્ષીકરણ અને મૂલ્યો જે વ્યક્તિને હું કોણ છું શું કરી શકું છું ? વગેરે જેવાં પ્રશ્નો થી વ્યક્તિને સ્વ વિશે ભાન કરાવે છે. આમ સ્વ એ પ્રત્યક્ષીકરણ અને તેના વર્તનને પ્રભાવિત કરે છે. દઢ સ્વ ખ્યાલ ધરાવતી વ્યક્તિ, નબળી સ્વ ખ્યાલ ધરાવતી વ્યક્તિ કરતાં જગતને અલગ રીતે જુએ છે. સ્વનો ખ્યાલ હંમેશા વાસ્તવિકતા દર્શાવતો નથી કોઈ વ્યક્તિ ખૂબ જ સફળ અને સન્માનની હોવા છતાં તે પોતાની જાતને નિષ્ફળ માનતી હોઈ શકે છે.

વ્યક્તિ એ પોતાના સ્વ ખ્યાલ સાથે સુસંગત હોવાથી જેટલા વધુ અનુભવોના ક્ષેત્રનો નિષેધ કરવો પડે છે એટલે અંશે સ્વ અને વાસ્તવિકતા વચ્ચેનું અંતર વધતું જાય છે.

રોજર્સ ના સિદ્ધાંતમાં આદર્શ સ્વનો પણ સમાવેશ થાય છે આદર્શ છે એટલે આપણે જોવા માગતા હોઈએ તેવા પ્રકારની વ્યક્તિનો ખ્યાલ જે બધાને હોય છે. આ ખ્યાલ ફ્રોઈડ અહમ આદર્શ ખ્યાલ જેવો છે.


સ્વ નો ખ્યાલ.


મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ સ્વ એટલે પોતાની જાત અંગેનું વ્યક્તિનું પ્રત્યક્ષીકરણ અથવા સભાનતા.

સ્વ ખ્યાલમાં હું અને મન વિશેના બધા જ ખ્યાલો પ્રત્યક્ષીકરણ માં સમાવેશ થાય છે. તેની સાથે સંકળાયેલ લાગણી માન્યતાઓ મૂલ્યો વગેરેનો પણ સ્વ ખ્યાલમાં સમાવેશ થાય છે.

સ્વ ખ્યાલમાં ઘણા સ્વ આવી જાય છે. આપણે જાત વિશેની વિવિધ માન્યતાઓ લાગણીઓ આપણી જાત વિશેની પ્રતિમાઓ વગેરે આપણાં સ્વનું સૂચન કરે છે. કાર્યમાં કે રમતમાં મશગુલ હોઈએ ત્યારે આપણે સ્વ વિશે બહુ સભાન હોતા નથી જ્યારે આપણે અગત્યનું નિર્ણય લઈએ અથવા સ્વીકારીએ ત્યારે આપણે સ્વ થી બરાબર સભાન બનીએ છીએ આપણા વિશેની પ્રતિમા અને બીજા આપણા વિશે સુવિચાર છે તેની વચ્ચે વિરોધાભાસ હોય ત્યારે આપણે સ્વ વિશે વધુ સભાન બનીએ છીએ સ્વ વિશેનો ખ્યાલ આપણા અનુભવો પર ખૂબ જ મોટો પ્રભાવ પાડે છે આપણું પ્રત્યક્ષીકરણ નિર્ણયો, તક વગેરે આપણા સ્વ વિશેના ખ્યાલ નું પરિણામ છે. આ સ્વ નો ખ્યાલ આપણું વર્તન અને અન્ય સામાજિક વ્યવહારોની દિશા નક્કી કરે છે.

સ્વ ખ્યાલ આપણને આપણી વ્યક્તિગત ઓળખ આપે છે. પરિસ્થિતિ અને આજુબાજુના લોકો બદલાય છે, ત્યારે સ્વ નો ખ્યાલ બદલાયો નથી આપણે પોતે એના એ જ રહીએ છીએ પરિસ્થિતિ બદલાય છે. આપણી સ્વ પ્રતિમા આપણા શરીર કરતાં પણ વધુ વાસ્તવિક છે. આપણા શરીર વિશેનું પ્રત્યક્ષીકરણ મહદઅંશે છે સ્વ વિશેનો ખ્યાલ સ્પષ્ટ કરે છે. આપણા સ્વ વિશેના ખ્યાલ સામે કોઈ મુશ્કેલી ઊભી થાય છે ત્યારે આપણે તેનો પ્રતિકાર કરીએ છીએ અથવા તો આપણે સ્વનો બચાવ કરીએ છીએ મૃત્યુની બીક પણ દુઃખની બીક નથી પરંતુ આમ વ્યક્તિગત નાશ થવાની બીક હોય છે આપણે તે બાબત થી સભાન હોતા નથી.


સ્વ ને અસર કરતા પરિબળો.


1 સામાજીક પરિબળો.

 

સામાજિક પરિબળ એટલે એવા પરિબળો કે જે સમાજની સાથે સાથે વ્યક્તિને પણ અસર કરતા હોય છે. જેમાં, કુટુંબ, શાળા, ઘર, વાતાવરણ, રીતરિવાજ, સમાજમાં કુટુંબ નું સ્થાન વગેરે વ્યક્તિનાં સ્વ ખ્યાલ પર અસર કરે છે.


2 આર્થિક પરિબળો.


વ્યક્તિના સ્વ પર અસર કરતા પરિબળોમાં આર્થિક પરિબળોનો પણ સમાવેશ થાય છે, જેમાં પરિવારની આર્થિક સ્થિતિ વ્યક્તિના સ્વ વિકાસ પર અસર કરે છે. વ્યવસાય અને દેવું થતા પૈસા ની કમી નો અહેસાસ જેવી બાબતોની સમાવેશ થાય છે.


3 માનસીક પરિબળો.


આ સૌથી વધુ અસર કરતા પરિબળો છે જેમા વ્યકિતની નિયતિ, વિચારો, વ્યકિતની સમજવાની શક્તિ, વ્યક્તિનુ વર્તન વ્યક્તિના સમાજ સાથેનું વર્તન વ્યક્તિની માનસિક સ્થિતિ, માનસીક સ્વાસ્થ્ય વગેરે નો સમાવેશ થાય છે.


4 વ્યક્તિગત પરિબળો.


વ્યક્તિ પોતાની જાતને બીજા વ્યક્તિઓની સામે કેવી રીતે પ્રસ્તુત કરે છે તે વ્યક્તિના પોતાના હાથમાં છે. વ્યક્તિગત પરિબળોમાં પોશાક, ભાષા, વ્યક્તિની ટેવ, શિક્ષણ, વ્યસન, મિત્ર વર્તુળ સમાયોજનનો સ્વભાવ વગેરેનો સમાવેશ થાય છે.


સ્વ - જાગૃતિ શું છે ?


સ્વ જાગૃતિ એ વ્યક્તિના વિચારો, લાગણીઓ વ્યક્તિના પૂર્વગ્રહો, વ્યક્તિનું વર્તન, ગુસ્સો, વ્યકિતની નબળાઈઓ, વ્યકિતની ધીરજતા, વ્યક્તિની માનસિક સ્થિતિ વગેરે થી પરિચિત હોવું થવુંં. વ્યકિત પોતાાની જાતને કેવી બનાવવા માંગે છે. વ્યકિત પોતે શું બનવા માંગે છે, અને તે બનવા માટે કેવા પ્રયાસો કરે છે. વ્યકિત કોઈ પણ મુશ્કેલીમાં કેવી રીતે વર્તે છે, થતાં મુશ્કેલીનો સામનો કેવી રીતે કરે છે. વ્યકિતની પોતાની જાતને અન્ય લોકોની સામે કેવી રીતે પ્રસ્તુત કરે છે. વગેરે બાબતોનો સમાવેશ થાય છે. એક વાક્ય કહેવું હોય તો અહી વ્યક્તિનાં ખુદનો અભ્યાસ  એટલે સ્વ જાગૃૃતિ પોતાની જાતને ડિપમાં સમજવું. 


સ્વ-જાગૃતિ શા માટે મહત્વપૂર્ણ છે ?


આજનાં સમય માં દરેક વ્યક્તિ પોતાની ઈચ્છા મુજબ રહેવાનું પસંદ કરતી હોય છે. પોતે જ પોતાનો નિર્ણય લેવાનું વધારે પસંદ હોય છે. આ સમય માં કોઈ કોઈના દબાણ માં રહેવા માંગતું નથી. આથી સ્વ જાગૃતિ ખુબજ જરૂરી છે. પોતાનું વ્યક્તિત્વ સારુ બનાવવું  દરેકને પસંદ હોય છે. પોતાનું વ્યક્તિત્વ એક સારી વ્યક્તિ તરીકે પ્રસ્તુત કરવાનું કોને ન ગમે, દરેક વ્યક્તિ એવું માનતી હોય છે કે લોકો તેની રિસપેક્ટ કરે, જેથી લોકો રિસ્પેક્ટ કરે તેવુ બનવું હોય તો પોતાના સ્વ નો વિકાસ કરવો જરૂરી છે. પોતાની સફળતા માટે અને પોતાના વિકાસ માટે સ્વ જાગૃતી અતિ આવશ્યક છે.


સ્વ નું મૂલ્ય.


1 પાયાની રૂપરેખા.


વ્યક્તિની પોતાની જાત વિશેના ખ્યાલ ને સ્વ ખ્યાલ કહે છે, સ્વ ખ્યાલ એ વર્તનમાં પાયાની રૂપરેખા તરીકે કામ કરે છે સ્વ ખ્યાલ ધરાવનાર વ્યક્તિ પોતાની બધી જ માહિતી એકઠી કરે છે આપણી આસપાસનું વાતાવરણ આપણા વિશેની સુસંગતતાને જોખમ રૂપ બનાવે તો આપણે બધી વ્યક્તિઓથી તેનો મુકાબલો કરીએ છીએ.

સ્વ ખ્યાલ આપણને આપણી વ્યક્તિગત ઓળખ આપે છે પરિસ્થિતિ અને આજુબાજુના લોકો બદલાય છે છતાં પણ આપણે પોતે એના એ જ રહીએ છીએ પરિસ્થિતિ બદલાય છે ત્યારે સ્વ નો ખ્યાલ બદલાતો નથી આપણી સ્વ પ્રતિમા આપણા શરીર કરતાં પણ વધુ સ્વ વિશેનું પ્રત્યક્ષીકરણ મહદઅંશે સ્વ વિશેના ખ્યાલ પર આધાર રાખે છે.


 2 સ્વ નું ઘડતર કાર્ય.


વિલિયમ જેમ્સ જણાવે છે કે સ્વ ખ્યાલ માં કઈ - કઈ બાબતોનો સમાવેશ કરી શકાય તે માટે તમે કોણ છો ? ને હું કોણ છું ? એવા પ્રશ્ન પૂછી શકાય છે. પરંતુ આ પ્રશ્નથી સ્વનું સ્વરૂપ નક્કી કરી શકાતું નથી, કારણકે સ્વનું સ્વરૂપ ઘણું વિશાળ છે વ્યક્તિ પોતાની જાત વિશે કલાઓ કરે છે અને તે સ્વ તેેના સ્વનું ઘડતર કરે છે.


સ્વ-જાગૃતિની બે અવસ્થાઓ.


1 સાર્વજનિક સ્વ જાગૃતિ.


સાર્વજનિક સ્વ જાગૃતી એટલે લોકો ની સમક્ષ વ્યક્તિ પોતાની જાતને કેવી રીતે પ્રસ્તુત કરે છે. લોકો સમક્ષ કેવી રીતે વર્તે છે. વ્યક્તિની બોલવાની, લોકો જોડે વાત કરવાની વ્યક્તિની પધ્ધતિ વગેરે વ્યક્તિના સાર્વજનિક સ્વ નો નિર્દેશ કરે છે.


2 વ્યક્તિગત આંતરિક સ્વ જાગૃતિ.


વ્યક્તિનાં વિચારો, લાગણીઓ, વલણો, પૂર્વગ્રહો, વ્યક્તિની નબળાઈઓ,વ્યક્તિની માનસીક સ્થિતી વગેરે વ્યક્તિના સ્વનો નિર્દેશ કરે છે. 


સ્વ-જાગૃતિના ફાયદા.


1 સ્વ વિકાસ થી વ્યક્તિ પોતાનો નિર્યણ જાતે લે છે.

2 સ્વ વિકાસ થી વ્યકિત પસંદ નાપસંદ પોતાની મરજીથી નક્કી કરે છે. 

3 સ્વ વિકાસ થી વ્યક્તિ ના વર્તન મા પરિવર્તન આવે છે.

4 વ્યકિત પોતાની જાતે પોતાનો વિકાસ કરવા માટે જરૂરી સાધનો મેળવી લે છે.

5 પોતાની જરૂરી વસ્તુઓ જાતે નક્કી કરે છે.

6 વ્યક્તિ જાતે જ પોતાનો વિકાસ કરવા માટે સક્ષમ બને છે.

7 વ્યકિત પોતાનું ક્ષેત્ર કે જેમા એમને રસ છે તે જાતે પસંદ કરે છે અને તેમાં સફળતા માટે મહેનત કરે છે.

8 સ્વ વિકાસ થી વ્યક્તિ સમાજ માન્ય મુજબ વર્તન કરે છે.

9 આસપાસની સ્થિતી થી પોતાને માહિતતગાર રાખે છે.

10 મુશ્કેલીનો સામનો પોતાની જાતે કરે છે.



Comments