Featured post

એલર્જી શું છે અને તે કેવી રીતે થાય છે સરળ શબ્દો માં જાણો.

 




હાલમાં વરસાદની સિઝન છે પરંતુ ભેજવાળી ગરમી એ લોકોની હાલત કફોડી બનાવી દીધી છે. આવા હવામાન માં એલર્જીના કેસ વધે છે તો કેટલાકને ખાવા પીવાની એલર્જી હોય છે, તમે પણ ઘણા લોકોને કહેતા સાંભળ્યા હશે કે તેને ધૂળની એલર્જી છે, કેટલાકને બલ્બ પર ફરતા જંતુઓથી અને કેટલાકને કોક્રોચથી એલર્જી હોય છે, ઘણા લોકો ઊનના બનેલા સ્વેટર અને રબરના મોજા પહેરવાનું ટાળે છે કારણ કે તેમને તેનાથી એલર્જી થાય છે, તો કેટલાક લોકોને ફુગ્ગા હાથમાં લેતા જ એલર્જી થાય છે.


એલર્જી ની પ્રતિક્રિયા પણ તરત જ દેખાય છે, નાકમાંથી સતત પાણી ટપકવું, છીંક આવવી, ઉધરસ આવવી.


એલર્જીથી બચવા માટે લોકો એન્ટી ઍલર્જી દવાઓ લે છે, પરંતુ તેનાથી એક સમસ્યા ઓછી થાય છે અને બીજી વધી જાય છે. નિયમિત રીતે એન્ટિ એલર્જીક દવાઓ ખાવાથી સુસ્તી આવશે, દિવસભર થાક અનુભવશો, વધુ માત્રામાં લેવાથી આંખોની રોશની જઈ શકે છે.


તમને એલર્જી છે કે નહીં તે જાણો.


ઘણા લોકો જાણતા નથી કે તેમને એલર્જી છે પાણીયુક્ત નાક, સોજો તથા પાણીયુક્ત આંખો, છીંક કે ખાંસી છે અન્ય કારણોસર પણ હોઈ શકે છે. ત્વચા માં ફોલ્લીઓ નો અર્થ એ નથી કે તે એલર્જી છે. 


કોમ્યુનિટી હેલ્થના પ્રોફેસર ડોક્ટર સોનુ ગોયલ સમજાવે છે કે, આપણે જેને એલર્જી માનીએ છીએ તે બિલકુલ એલર્જી ન પણ હોય. કેટલીક વાર આ ચેપના લક્ષણો છે.બેક્ટેરિયા અથવા વાઇરસ થી ચેપ લાગી શકે છે.


જો તમને લાગે છે કે કંઈક ખાધા પછી તમારૂ મન અસ્વસ્થ થઈ રહ્યું છે, ચક્કર આવે છે પરસેવો આવે છે અને આવું વારંવાર થાય છે, તો એલર્જી ના લક્ષણો હોઈ શકે છે.


ખાદ્યપદાર્થો ઉપર નજર કરીએ તો અમુકને ઈંડાની એલર્જી હોય છે તો, અમુકને મશરૂમથી એલર્જી હોય છે, ઘણા લોકોને રીંગણ અને કેપ્સીકમથી એલર્જી હોય છે. આવી સ્થિતિમાં ડોક્ટરને બતાવવું જોઈએ કે આ વસ્તુઓ ખાવાથી આવી સમસ્યાઓ થઈ રહી છે. જો સમસ્યા મોટી હોય તો ડોક્ટરો એન્ટી એનર્જી દવાઓ સુચવે છે.


ડોક્ટર ગોયલ કહે છે કે ઘણા લોકો જેમને વધુ એલર્જી હોય છે તેઓ તેમની સાથે એક આઈ કાર્ડ રાખે છે જેમાં લખેલું હોય છે કે તેમને કઈ એન્ટી એલર્જી દવા આપવામાં આવી રહી છે કઈ વસ્તુઓ ખાવામાં આપવામાં આવતી નથી આ માત્ર સાવચેતી માટે જ છે જેથી, ઇમરજન્સીમાં કોઈ મોટી મુશ્કેલીનો સામનો ન કરવો પડે.


જો તમને અસ્થામા હોય તો એન્ટી એલર્જીક દવાઓ ટાળવી જોઈએ, અસ્થામા માટે માત્ર ધૂળ કે પ્રદુષણ જ જવાબદાર નથી, પરંતુ આ રોગ અન્ય કારણોસર પણ થઈ શકે છે વાઈરલ ઇન્ફેક્શન, એલર્જીક દવાઓ, તણાવ જેવી બાબતો પણ અસ્થમાનું કારણ બને છે.


મેટ્રો હોસ્પિટલ, સાદીપુર, દિલ્લી ખાતે પલ્મોનોનોલોજિસ્ટ ડોક્ટર રાકેશકુમાર યાદવ સમજાવે છે કે જો અસ્થમા અથવા શ્વાસ સંબંધિત રોગો હોય તો એન્ટી એલર્જીક દવાઓ ટાળવી જોઈએ.


મલ્ટી વિટામીન ઇન્જેક્શન લેવાથી પણ એલર્જી થઈ શકે છે.


શરીરને ફિટ રાખવા માટે ઘણા લોકો મલ્ટી વિટામીન ની ગોળીઓ ખાય છે જ્યારે શરીરમાં વિટામીન B12ની વધુ પડતી ઉણપ હોય અથવા કોઈ વ્યક્તિ એનીમિયાનો શિકાર હોય ત્યારે ડોક્ટરો મલ્ટી વિટામીનના ઇન્જેક્શન પણ લગાવે છે.


આ ઇન્જેક્શન માં લોકો સાયનોકોબાલામીન અથવા હાઈડ્રોક્સોકોબાલાસીનના રૂપમાં વિટામિન B12 હોય છે.


આ ઇન્જેક્શન માં બે અઠવાડિયા જેટલો સમય લાગી શકે છે, ડોક્ટર ગોયલ સમજાવે છે કે ચેતા પેશીઓ, મગજ અને લાલ રક્ત કોષિકાઓના યોગ્ય કાર્ય માટે વિટામિન B12 ખૂબ જ મહત્વપૂર્ણ છે.


ધ્યાન રાખો કે મલ્ટી વિટામિન્સના આ ઇન્જેક્શન એલર્જી પ્રતિક્રિયાઓનું કારણ બની શકે છે. જો સ્થિતિ ગંભીર ન હોય તો ઇન્જેક્શનને બદલે મલ્ટી વિટામીન ટેબ્લેટ આપી શકાય.


ડોક્ટર ગોયલ કહે છે કે ગોળીઓ પેટમાં શોષાય છે, પરંતુ ઇન્જેક્શનમાં હાજર દવા સીધી રક્તવાહિનીઓમાં જાય છે તેથી જ તે એલર્જી નું કારણ બની શકે છે.


એલર્જી છે કે નહીં તે શોધવા માટે પરીક્ષણો.


કોઈને એલર્જી છે કે નહીં તે ખૂબ જ સરળ ટેસ્ટ દ્વારા જાણી શકાય છે આને એલર્જીક ત્વચા પરીક્ષણ કરવામાં આવે છે, તે ત્વચા ઉપર કરવામાં આવે છે દવાની પ્રતિક્રિયા 15-20 મિનિટ પછી ત્વચા પર જોવા મળે છે.


જો તમને એલર્જી હોય તો તમારે મલ્ટી વિટામિન્સ ના ઇન્જેક્શન લેવાનું ટાળવું જોઈએ.


કેટલાક લોકો એલર્જી માટે એન્ટિબાયોટિક્સ લે છે.

ઘણા લોકો નાની નાની સમસ્યાઓ માટે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર મેડિકલ સ્ટોરના કાઉન્ટર પરથી દવાઓ ખરીદે છે.

જય તેમને એલર્જી હોય તો પણ તેઓ એન્ટિબાયોટિક્સ લેશે આવી સ્થિતિમાં એન્ટિબાયોટિક દવા લેવાથી કોઈ નુકસાન થશે નહીં, પરંતુ એલર્જી ઓછી થશે નહીં મતલબ કે જો કોઈને એલર્જીને કારણે નાકમાં પાણી આવતું હોય તો તે બાયોટિક દવાથી ઠીક નહીં થાય.


દવાઓથી પણ એલર્જી થઈ શકે છે.

જેમ ધુંળના કણો, ખાવા પીવાથી એલર્જી થઈ શકે છે, તેવી જ રીતે ઘણી દવાઓથી પણ એલર્જી થઈ શકે છે.


જો તમે એન્ટી એલર્જીક દવાઓનો વધુ પડતો ઉપયોગ કરો તો શું થશે ?


જો તમે એન્ટી એલર્જીક દવાઓનું વધુ પડતું ઉપયોગ કરો તો સુસ્તી આવી શકે છે. હંમેશા થાક લાગશે, વાંચ ચલાવતી વખતે એકાગ્રતા રહેશે નહીં, આની સીધી અસર મગજ પર પડે છે.


જો તમે ઓવરડો જ લો છો તો તે દિવસે ખરાબ થઈ શકે છે જેઓ એનટી એલર્જીક દવાઓનો ઉચ્ચ ડોજ લેશે, તેમના માટે ફેક્ટરીમાં કામ કરવું જોખમી છે કારણ કે તેમને કોઈ પણ સમયે ઊંઘ આવી શકે છે વાહન ચલાવતા લોકો અકસ્માતનો ભોગ બની શકે છે.


એન ટી એલર્જીક દવાઓથી નાક અને આંખોમાં શુષ્કતા.


આ દવાઓ નાક અથવા આંખોમાંથી પાણી યુક્ત સ્ત્રાવ બંધ કરશે. પરંતુ જો આ દવાઓનો લાંબા સમય સુધી ઉપયોગ કરવામાં આવે તો આ અંગોમાં શુષ્કતા વધી જાય છે. ડોક્ટર ગોયલ ના મતે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને એન્ટી એલર્જીક દવાઓ આપવામાં આવતી નથી.


આંખોમાં એનટી એલર્જીક દવા નાખ્યા પછી ગ્લુકોમાનું જોખમ.


જો કોઈ વ્યક્તિને હાઈ બ્લડ પ્રેશર હોય અને તે નિયમિત પણ એન્ટી એલર્જી દવા લેતો હોય તો તેનું બ્લડપ્રેશર વધી શકે છે. જો આંખોમાં એન્ટી એલર્જી દવાઓનો વધુ ડોઝ નિયમિત પણ નાખવામાં આવે તો ગ્લુકોમાં થઈ શકે છે જેનો અર્થ છે કે આંખોમાં દબાણ વધશે. આ કાયમી અંધત્વ તરફ દોરી શકે છે.


એલર્જી માં કઈ કઈ બાબતોને ધ્યાન રાખવું જોઈએ.


એલર્જી ની સંભાવના ને કારણે વ્યક્તિએ કંઈ પણ ખાવાનું ટાળવું જોઈએ નહીં. એવો કોઈ ખોરાક નથી કે જેનાથી સીધું જાણી શકાય કે તેનાથી એલર્જી થાય છે.


એક જ પરિવારના કેટલાકને મશરૂમ કરીથી એલર્જી ના હોય જ્યારે અન્યને હોઈ શકે. તેથી એલર્જી વિશે ચિંતા કરવાની જરૂર નથી તમે બધું ખાઈ લો. જો તમને કંઈક ખાધા પછી વારંવાર દેખાય છે તો તેને ડોક્ટરને બતાવો. આમ પછી જ એનટી એલર્જીક દવાઓ ખાઓ.









Comments